FILE PHOTO: A general view Heathrow Airport near London, Britain October 11, 2016. REUTERS/Stefan Wermuth/File Photo

હીથ્રો એરપોર્ટ સહિત આજુબાજુના 65,000 મિલ્કતોને વીજળી પૂરી પાડતા વેસ્ટ લંડનના હેઇઝ સ્થિત નોર્થ હાઇડ ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં તા. 20ની રાત્રે આગ લાગતા હીથ્રો એરપોર્ટ લગભગ 16 કલાક સુધી બંધ રહ્યું હતું અને સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. શનિવારે પણ

People work at an electrical substation, after a fire there wiped out the power at Heathrow International Airport, in Hayes, London, Britain, March 21, 2025. REUTERS/Isabel Infantes

હીથ્રો એરપોર્ટ પરથી ઉપડતી 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને વિક્ષેપ ચાલુ રહ્યો હતો.

એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવે જ્ણાવ્યું હતું કે તેમને આશા છે કે આ તપાસ અહેવાલના તારણો “એરપોર્ટની ભાવિ સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવામાં મદદ કરશે.”

આગને કારણે વિસ્તારના કુલ 67,000 મિલ્કતોની વીજળી ગુલ થઈ ગઈ હતી, પરંતુ શુક્રવારની વહેલી સવાર સુધીમાં 5,000 મિલકતો સિવાય તમામ ઘરમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. જો કે ત્યારે પણ હીથ્રો ટર્મિનલ 2 અને ટર્મિનલ 4 માં વીજળી ચાલુ થઇ ન હતી.

શુક્રવારે એરપોર્ટ પરથી વિશ્વના લગભગ 230 સ્થળો માટે ઉડાન અને ઉતરાણ કરતી 1,350થી વધુ ફ્લાઇટ્સને અસર થતાં ઓછામાં ઓછા 200,000 મુસાફરો અટવાયા હતા. જ્યારે લગભગ 120 ફ્લાઇટ્સને અન્યત્ર વાળવામાં આવી હતી. હીથ્રોને ગુરૂવારે રાત્રે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે હિથ્રો જતી લગભગ 120 લાંબા અંતરની ફ્લાઇટ્સ હવામાં હતી જેને બ્રિટન અને યુરોપના અન્ય એરપોર્ટ પર વાળવામાં આવી હતી.  એરપોર્ટ બંધ થયા પછી શુક્રવારે સાંજે 6 કલાકે હીથ્રો પર પહેલી ફ્લાઇટ ઉતરી હતી જે ફ્લાઇટ્સ રિપેટ્રિએશન ફ્લાઇટ્સ અને રિલોકેટિંગ એરક્રાફ્ટ હતી. હીથ્રો વિવિધ એરલાઇન્સ સાથે કામ કરીને યુરોપના અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરાયેલા મુસાફરોને પાછા લાવવામાં મદદ કરશે.

એરપોર્ટ ચાલુ થયા બાદ શનિવારે ૨,૫૦,૦૦૦થી વધુ મુસાફરોએ એરપોર્ટનો લાભ લીધો હતો અને ૧,૩૦૦થી વધુ ફ્લાઇટ્સે ઉતરાણ – ઉડાન કર્યું હતું. હીથ્રો એરપોર્ટ શનિવારે સવારે સંપૂર્ણપણે કાર્યરત હતું, પરંતુ અંધાધૂંધીએ તેની સ્થિતિસ્થાપકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. એરપોર્ટ દ્વારા 10,000 વધારાના મુસાફરોને ત્યાંથી મુસાફરી કરવાની સુવિધા આપવા માટે શનિવારના સમયપત્રકમાં પચાસ સ્લોટ ઉમેરવામાં આવ્યા હતા.

હીથ્રોના ચીફ એક્ઝિક્યુટિવ થોમસ વોલ્ડબાયે માફી માંગતા કહ્યું હતું કે “આ ઘટનાથી ઘણા લોકોની મુસાફરીને અસર થઈ છે. હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે આ એક ગંભીર ઘટના છે.’’

એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે એરપોર્ટની બહાર વીજળી ગુલ થવાના કારણ અને પ્રતિભાવની તપાસની સરકારની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ અને કટોકટી વ્યવસ્થાપન યોજનાઓ અંગે હીથ્રોના પ્રતિભાવની ભૂતપૂર્વ પરિવહન સચિવ રૂથ કેલીની અધ્યક્ષતામાં સમીક્ષા શરૂ કરી છે.”

એનર્જી સપ્લાયર સ્કોટિશ અને સધર્ન ઇલેક્ટ્રિસિટી નેટવર્ક્સે કહ્યું હતું કે, આગને કારણે થયેલા આઉટેજમાં 63,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ હતી. સબસ્ટેશનની આસપાસ આવેલી મિલકતોમાંથી લગભગ 150 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

નેશનલ ગ્રીડના ટ્રાન્સમિશન બિઝનેસના પ્રમુખ એલિસ ડેલાહન્ટીએ જણાવ્યું હતું કે આ “ખૂબ જ મહત્વપૂર્ણ અને ગંભીર ઘટના હતી, જે અમારા નેટવર્કમાં અસાધારણ રીતે દુર્લભ છે અને આગના કારણ અંગે કોઈપણ “અફવાઓ અને અટકળો” ની ચકાસણી કરવી શક્ય નથી.

રશીયા જવાબદાર હોવાની અફવા ખોટી

લંડન ફાયર બ્રિગેડ (LFB) એ જણાવ્યું હતું કે ‘’ગુરુવારે રાત્રે 11.23 વાગ્યે વેસ્ટ લંડનના હેયઝમાં આવેલા નોર્થ હાઇડ સબસ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાના અહેવાલ મળતા ફાયર ક્રૂને બોલાવવામાં આવ્યા હતા. આગમાં 25,000 લિટર કૂલિંગ ઓઇલ ધરાવતું ટ્રાન્સફોર્મર સંપૂર્ણપણે સળગી ગયું હતું.

પ્રથમ કોલના પાંચ મિનિટમાં જ ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લગભગ 29 લોકોને તાત્કાલિક “સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે 200 મીટરના ઘેરાબંધીમાં રહેતા 150 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આતંકવાદ વિરોધી પોલીસ, મેટ્રોપોલિટન પોલીસ અને એલએફબીની તપાસમાં આ ઘટનામાં કશું શંકાસ્પદ જાણાયું નથી.

70થી વધુ ફાયર ફાઇટર્સે “પડકારજનક અને જોખમી” પરિસ્થિતિઓમાં આગને કાબુમાં લેવા માટે કામ કર્યું હતું. પરંતુ શુક્રવારે સવારે 8 વાગ્યે પણ આગ ચાલુ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તીવ્ર ગંધ આવતી હોવા છતાં, જનતા માટે હવાની ગુણવત્તા અંગે કોઈ ખતરો નથી.’’

બનાવ બાદ તુંરત જ રશિયન એજન્ટ્સે ભાંગફોડ કરી હોવાની અફવા ફેલાઇ હતી.

2010 અને 2023માં પણ હીથ્રો પર વિક્ષેપ પડ્યો હતો

છેલ્લે ઓગસ્ટ 2023માં એર ટ્રાફિક કંટ્રોલ આઉટેજ અને કોવિડ કટોકટી દરમિયાન મોટા પાયે ગ્રાઉન્ડિંગ જેવી બાહ્ય ઘટનાઓને કારણે હીથ્રોમાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો હતો. ડિસેમ્બર 2010માં ભારે હિમવર્ષા અને ઠંડીની સ્થિતિ દરમિયાન એરપોર્ટ લાંબા સમય સુધી સંપૂર્ણપણે બંધ રહ્યું હતું, જ્યારે 4,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

હીથ્રો એરપોર્ટ અચાનક બંધ થતા સૌને આશ્ચર્ય

ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના ડિરેક્ટર જનરલ વિલી વોલ્શે કહ્યું હતું કે  “એવું કેવી રીતે બની શકે કે મહત્વપૂર્ણ માળખાગત સુવિધા કોઈ વિકલ્પ વિના એક જ પાવર સ્ત્રોત પર સંપૂર્ણપણે નિર્ભર છે? જો એવું હોય તો તે એરપોર્ટ દ્વારા સ્પષ્ટ આયોજન નિષ્ફળતા છે.”

ગવર્નમેન્ટ કોમ્યુનિકેશન હેડક્વાર્ટર (GCHQ) ના ભૂતપૂર્વ વડા ડેવિડ ઓમાન્ડે જણાવ્યું હતું કે “હીથ્રોના મહત્વને ધ્યાનમાં રાખીને મને આશ્ચર્ય થયું છે કે આખું એરપોર્ટ એક દિવસ માટે બંધ રાખવું પડ્યું. આ રાષ્ટ્રીય શરમ છે. તે થવું જોઈતું ન હતું.”

જોકે, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઈડી એલેક્ઝાંડરે બચાવ કરતા કહ્યું કે “આ અભૂતપૂર્વ પરિસ્થિતિ હિથ્રોના નિયંત્રણની બહાર હતી. તેમણે સ્થિતિસ્થાપકતા યોજના ઝડપથી ઉભી કરી છે, અને તેમણે અમારા કટોકટી પ્રતિભાવ આપનારાઓ અને એરલાઇન ઓપરેટરો સાથે નજીકથી સહયોગ કર્યો છે. તેમની પાસે બેકઅપ ઊર્જા પુરવઠો છે, તેમની પાસે જનરેટર છે, ડીઝલ જનરેટર છે.’’

  • એરપોર્ટ બંધ થયા બાદ જોહાનિસબર્ગથી આવતી બ્રિટિશ એરવેઝ ની ફ્લાઇટ BA56 શનિવારે સવારે 4.37 વાગ્યે હીથ્રો પર ઉતરી હતી.
  • પરિવહન વિભાગે એરપોર્ટની ભીડ ઓછી કરવા માટે રાત્રિ ફ્લાઇટ્સ પરના પ્રતિબંધો અસ્થાયી રૂપે હટાવ્યા હતા.
  • હીથ્રો બંધ થવાથી આગામી દિવસોમાં મુસાફરો પર “ભારે અસર” રહેશે.

LEAVE A REPLY