અમેરિકાએ જાન્યુઆરી 2025 પછી 388 ભારતીયોને ડીપાટે કર્યા છે. ભારતમાં સંસદમાં આ અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયનાં રાજ્ય કક્ષાના પ્રધાન કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં 3 જુદી જુદી કલાઈટ્સમાં ૩૩૩ ભારતીયોને અમેરિકાથી સીધા ભારત ડીપોર્ટ કરાયાં હતાં. એ પછી વાયા પનામાં 35 ભારતીયોને ડીપોર્ટ કરવામાં આવ્યા હતા. તેઓ કોમર્સિયલ ફ્લાઈટમાં ભારત આવ્યા હતાં.
વિદેશ મંત્રાલયને પૂછાયું હતું કે કેન્દ્ર સરકાર પાસે આ વર્ષે અમેરિકાએ ડીપોર્ટ કરેલા લોકોની માહિતી છે કે કેમ? સરકારે ડીપાર્ટ કરવાના હોય તેવા ભારતીયોને યોગ્ય સુવિધા આપવા અમેરિકાના અધિકારીઓને જાણ કરી હતી કે કેમ? અગાઉ ડીપોર્ટ કરાયેલા લોકો સાથે અમેરિકાની સરકારે કરેલા દુર્વ્યવહાર અંગે ભારતનાં પીએમએ અમેરિકાના પ્રેસિડેન્ટ તેમજ ટોચના અધિકારીઓ સમક્ષ ચિંતા વ્યકત કરી હતી કે કેમ?
યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ સત્તાવાળાઓએ તાજેતરમાં વધારાની 205 વ્યક્તિ સંબંધિત માહિતી આપી હતી. અમેરિકાથી તેમને ડીપોર્ટ કરવાનાં અંતિમ આદેશ પછી તેમની પરપકડ કરી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલય દ્વારા આ લોકોની વિગતોની ખરાઈ કરવામાં આવી રહી છે.
