(istockphoto.com)

અમેરિકાનાં ટેક્સાસ રાજ્યની સેનેટે તાજેતરમાં હોળીનાં તહેવારને માન્યતા આપતો ઠરાવ પસાર કર્યો હતો. હિન્દુઓનાં તહેવાર હોળીને સાંસ્કૃતિક ઉત્સવ તરીકે માન્યતા અપાઈ છે. હોળીનાં તહેવારને માન્યતા આપનારૂ ટેક્સાસ અમેરિકાનું ત્રીજું રાજ્ય બન્યું હતું. અગાઉ જ્યોર્જિયા અને ન્યૂયોર્ક હોળીને માન્યતા આપી હતી.

ટેક્સાસની સેનેટમાં સેનેટર સારા એકહાર્ટે ઠરાવ રજૂ કર્યો હતો. તે 14મી માર્ચે પસાર કરાયો હતો. ઠરાવમાં હોળીના સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક મહત્વ વિષે રજૂઆત કરાઈ હતી. તેનું વસંત, નવીનીકરણ, એકતા તેમજ બુરાઈઓ સામે અચ્છાઈના વિજય તરીકેનું વર્ણન કરાયું હતું. ઠરાવમાં જણાવાયા મુજબ આ ઉલ્લાસભેર ઊજવાતા તહેવારની ઉત્પત્તિ અનેક સદીઓ પહેલા થઈ હતી. વિશ્વમાં જુદીજુદી પુષ્ઠભૂમિના લોકો હોળીનો તહેવાર મનાવે છે. ઠરાવમાં ભારત અને અમેરિકા વચ્ચેનાં સંબંધો મજબૂત કરવા તેમજ ટેક્સાસના સાંસ્કૃતિક વૈવિધ્ય વૈવિધ્યને સમૃદ્ધ કરવામાં હોળીની ભૂમિકાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

હ્યુસ્ટન ખાતે ભારતનાં રાજદૂત મંજુનાથે ટેક્સાસ દ્વારા હોળીને તહેવાર તરીકે માન્યતા આપતા ઠરાવને આવકાર્યો હતો અને તેને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. રાજ્યની સેનેટે હોળીને માન્યતા આપી તે વિવિધતા, મિત્રતા અને સાંસ્કૃતિક વારસો રજૂ કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

LEAVE A REPLY