Coworkers with stacked hands at the office

વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે ફિનલેન્ડે સતત આઠમાં વર્ષે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે અમેરિકા ગબડીને 24માં રેન્કિંગ પર આવ્યું ગયું હતું. યુકે 23માં સ્થાન રહ્યું હતું, એમ ગુરુવાર, 20 માર્ચે જારી કરાયેલા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં જણાવાયું હતું.

આ યાદીમાં ભારત 118મા ક્રમે રહ્યું હતું, જે પાછલા વર્ષના 126મા ક્રમે હતું, ભારત આ ઇન્ડેક્સમાં નેપાળ, પાકિસ્તાન, યુક્રેન અને પેલેસ્ટાઇન જેવા દેશો કરતા પણ નીચે છે.

આ અભ્યાસ ગુરુવારે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટરે પ્રકાશિત કર્યો હતો. રીપોર્ટ માટે ગેલપ અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક સાથે ભાગીદારી કરાઈ હતી.

ફિનલેન્ડ પછી વિશ્વના સૌથી ખુશહાલ ટોપ-10 દેશો ડેનમાર્ક, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનનો સમાવેશ થાય છે. ટોપ ટેન દેશોમાં ભારત કે અમેરિકા કે યુકેને સ્થાન મળ્યું નથી. ગેલપના મેનેજિંગ ડિરેક્ટર ઇલાના રોન-લેવે જણાવ્યું હતું કે નોર્ડિક દેશોનું આ યાદીમાં ટોચ પર હોવું આશ્ચર્યજનક નથી, કારણ કે જે દેશો તેમના રહેવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં સફળ રહ્યા છે ત્યાં સ્થિરતા જોવા મળી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments