(NASA/Keegan Barber via PTI Photo)

અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં આશરે નવ મહિના સુધી ફસાયેલા રહ્યાં પછી નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને સહ-અવકાશયાત્રી બૂચ વિલ્મોર 19 માર્ચે બુધવારે ધરતી પર સુરક્ષિત રીતે પરત આવ્યા હતા. ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીના ડ્રેગન અવકાશયાનમાં આ બંને અવકાશયાત્રી સાથે નાસાના અવકાશાયાત્રી નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ ફ્લોરિડાના દરિયાકાંઠા ઉતર્યા હતા.

વિલિયમ્સ અને વિલ્મોર5 જૂનને બોઇંગના નવા સ્ટરલાઇનર ક્રુ કેપ્સ્યુલ બેસીને અવકાશમાં ગયા હતા અને તેઓ માત્ર એક સપ્તાહમાં પરત આવવાના હતાં. જોકે આ પછી વિવિધ યાનમાં ટેકનિલક સમસ્યાને કારણે તેઓ બંને 286 દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા રહ્યાં હતા.

સુનીતા અને વિલ્મોરે મંગળવારે સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં સવાર થઈને સ્પેસ સ્ટેશનથી વિદાય લીધી હતી. આ ડ્રેગન અવકાશયાન સ્પેસ સ્ટેશનનથી અલગ થયું હતું અને આશરે 17 કલાકની સફર પછી ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતર્યું હતું. આની સાથે નવ મહિનાના અનેક ચડાવઉતાર સાથેના તેમની અવકાશ સફરનો સુખદ અંત આવ્યો હતો.
પેસિફિકથી 260 માઇલ (418 કિલોમીટર) ઉપર આ અવકાશયાને સફર ચાલુ કરી ત્યારે સ્પેસ સ્ટેશનથી નાસાના એન મેકક્લેઇનએ વિદાય આપતા જણાવ્યું હતું કે “અમને તમારી યાદ આવશે, પણ ઘરે જવાની તમારી યાત્રા ખૂબ જ સારી રહે તેવી શુભકામના.

બંને અવકાશયાત્રીની અવદશા પર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું હતું. બીજા ઘણા અવકાશયાત્રીઓએ દાયકાઓથી લાંબા અંતરિક્ષ પ્રવાસો કર્યા છે, પરંતુ કોઈને પણ આટલી અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો નથી. વિલ્મોર અને વિલિયમ્સ ઝડપથી મહેમાનોમાંથી સ્પેસ સ્ટેશનના સંપૂર્ણ સમયના ક્રૂ સભ્યો બની ગયા હતા. તેમણે પ્રયોગો કર્યા, સાધનોનું સમારકામ કર્યું અને સાથે મળીને સ્પેસવોક પણ કર્યું હતું.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સના સ્થાપક ઇલોન મસ્કને અવકાશયાત્રીઓના પાછા ફરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા સૂચના આપ્યા પછી જાન્યુઆરીના અંતમાં તેમના મિશનમાં અણધાર્યો વળાંક આવ્યો હતો. ટ્રમ્પે વિલંબ માટે અગાઉની બાઇડન સરકારને જવાબદાર ઠેરવી હતી.

 

LEAVE A REPLY