ફાઇલ ફોટો

લોકસભામાં મંગળવારે એક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં તાજેતરમાં યોજાયેલો મહાકુંભ ભારતના ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી, જેને 1857ના બળવા અને મહાત્મા ગાંધીના દાંડી કૂચની જેમ રાષ્ટ્રને પ્રેરણા આપી છે. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા છે. આ જનતા, અને પ્રજાના સંકલ્પો તથા પ્રજાની શ્રદ્ધાથી પ્રેરિત મહાકુંભ હતો. જેમાં આપણી રાષ્ટ્રીય ચેતનાના વિરાટ દર્શન થયા છે. જે નવા સંકલ્પોના સિદ્ધિ માટે પ્રેરિત હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશની સામૂહિક જાગૃત્તિ-ચેતનાનું પરિણામ મહાકુંભમાં જોવા મળ્યું છે. યુવા પેઢી સંપૂર્ણ ભાવ સાથે મહાકુંભમાં જોડાઈ. મહાકુંભ પર સવાલો ઉઠાવનારાઓને જવાબ મળ્યા, તેમજ દેશભરમાં આધ્યાત્મિક ચેતના ઉભરી છે. ગતવર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને આ વર્ષે મહાકુંભનું સફળ આયોજન દેશને આગામી હજાર વર્ષ માટે સજ્જ હોવાનો સંકેત આપે છે.

મોદીના નિવેદન અંગે ટીપ્પણી કરતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ કુંભમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પવી જોઈતી હતી, પરંતુ તેમણે આવું ન કર્યું. કુંભ આપણી પરંપરા છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, જોકે અમારી ફરિયાદ છે કે, વડાપ્રધાન કુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે કંઈપણ ન બોલ્યા.

 

LEAVE A REPLY