અમદાવાદમાં એક રહેણાંક ફ્લેટમાંથી રાજ્યના આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોમવાર, 17 માર્ચે પાડીને 95 કિલોગ્રામથી વધુ સોનું અને રૂ.10 કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી.
ATSના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એસએલ ચૌધરીએ જણાવ્યું કે શહેરના પાલડી વિસ્તારમાં સ્થિત આવિષ્કાર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી લગભગ 95.5 કિલો સોનું, અન્ય ઘરેણાં અને 60-70 લાખ રૂપિયા સુધીની રકમ જપ્ત કરવામાં આવી હતી. આરોપી મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહે કથિત રીતે ફ્લેટમાં દાણચોરી કરેલું સોનું અને લગભગ 80-90 કરોડ રૂપિયાની રોકડ છુપાવી હતી. શેરબજાર ટ્રેડિંગ, સટ્ટાબાજી અને સોનાની દાણચોરી જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં કથિત રીતે સંડોવાયેલા આરોપીઓ હજુ સુધી પકડાયા નથી.આજે સાંજે DRI અને ATS દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો ત્યારે ફ્લેટ પર તાળું મારવામાં આવેલું હતું.
ATSના અધિકારીઓને બાતમી મળી હતી કે પાલડીમાં રહેતા મહેન્દ્ર શાહ અને તેનો પુત્ર મેઘ શાહ શેરબજારમાં ઓપરેટરના કામની આડમાં મોટા પ્રમાણમાં ડબ્બા ટ્રેડિંગ કરે છે. તેઓ પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ભાડે રાખીને ત્યાં રોકડ તેમજ મોટા પ્રમાણમાં સોનું છુપાવવામાં આવ્યું છે. જે બાતમીને આધારે DRIને જાણ કરવામાં આવી હતી. સોમવારે બપોરે દરોડા પાડ્યા હતો. જેમાં ફ્લેટ નંબર 104 બંધ હોવાથી અધિકારીઓએ મેઘ શાહને બોલાવ્યા હતા. પણ તે હાજર ન હોવાથી ATS દ્વારા તેમના વકીલનો સંપર્ક કરીને ચાવી મંગાવીને વીડિયોગ્રાફી સાથે ફ્લેટ ખોલીને તપાસ શરૂ કરી હતી.
