(istockphoto)

અમેરિકા કેટલાક દેશોના લોકો માટે પ્રવેશબંધી ફરમાવવાની તૈયારી કરી રહ્યું છે અને ભારતનો આવા સૂચિત દેશોની યાદીમાં સમાવેશ થતો તો નથી, પણ છતાં અમેરિકાના

ઈમિગ્રેશન એટર્નીઝ હાલમાં ત્યાં વસતા ઈમિગ્રન્ટ્સને – પછી તે એચ-1બી વિઝા ધારકો કે તેમના પરિવારજનો હોય કે ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ અથવા તો ગ્રીન કાર્ડ હોલ્ડર્સ, તેમને હાલમાં અત્યંત જરૂરી ના હોય તો અમેરિકાથી વિદેશ નહીં જવાની સલાહ આપવામાં આવે છે. સીએટલ સ્થિત ઈમિગ્રેશન એટર્ની કૃપા ઉપાધ્યાયના કહેવા મુજબ આ વાત ગમે તેવી કઠોર લાગે, અમેરિકામાં સ્થાયી થયેલા વિદેશીઓ (ખાસ કરીને જેમના માટે તેમના એચ-1બી કે એફ-1 વિઝાના રીન્યુઅલ માટે જરૂરી હોવાનું કારણ હોય) તેઓએ પણ હાલના સંજોગોમાં તો અમેરિકામાંથી બહાર નિકળતા પહેલા ખૂબજ ગંભીરપણે, બે વખત વિચાર્યા પછી જ બહાર નિકળવાની સલાહ છે.

હાલમાં અમેરિકામાં નિયમો વિષેની સખતાઈના પગલે, વિઝા રીન્યુઅલ ઉપરાંત ગ્રીન કાર્ડ ધારકો માટે પણ સ્થિતિ મુશ્કેલ છે. ઉપાધ્યાયના કહેવા મુજબ અમેરિકાની સીટીઝનશિપ અને ઈમિગ્રેશન સેવાઓ (USCIS) એ એચ-1બી વિઝા મંજુર કર્યા હોય તો પણ કોન્સ્યુલર ઓફિસરને તે વિઝા નામંજુર કરવાની અને અરજી ને નવેસરથી એડજ્યુડીકેશન માટે USCIS ને ફરી મોકલવાની સત્તા છે.

આવી સ્થિતિમાં અમેરિકાથી વિદેશ ગયેલા અમેરિકન કંપનીના કર્મચારીઓને પણ અમેરિકા પાછા ફરતા અનેક મહિના (ઓછામાં ઓછા ચાર થી છ મહિના) લાગી શકે છે. આથી, વિદેશ જવું અનિવાર્ય હોય તો પણ સંબંધિત વ્યક્તિ (કર્મચારી) અને તેમના એમ્પ્લોયર્સે તાકિદની વૈકલ્પિક વ્યવસ્થા વિચારીને તૈયાર રાખવી જરૂરી છે.

ગ્રીન કાર્ડ ધારકોના મામલે તો ઈમિગ્રેશન એટર્નીઝનો અનુભવ એવું કહે છે કે, ભારતીયો સહિતના ગ્રીન કાર્ડ ધારકો અમેરિકા પાછા ફરતા હોય ત્યારે હાલમાં તેમને અમેરિકામાં આગમનના એરપોર્ટ ખાતે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) તરફથી સેકન્ડરી ઈન્સ્પેકશનમાંથી પસાર થવું પડતું હોવાના કિસ્સામાં ભારે વધારો થઈ રહ્યો છે. કેટલાક લોકોને તો તેમના ગ્રીન કાર્ડ સરેન્ડર કરી દેવા ભારે દબાણ પણ કરવામાં આવતું હોવાનું જણાયું છે. આવી સ્થિતિ ખાસ તો એવા વયોવૃદ્ધ લોકો માટે ઉભી થાય છે, જેમના સંતાનો અમેરિકામાં સ્થાયી થયેલા હોય છે પણ અમેરિકાનો આકરો શિયાળો નિવારવા તેઓ નિયમિત રીતે લાંબો સમય ભારતમાં કે પછી તેમના વતનના જે તે દેશમાં ગાળતા હોય છે.

તે ઉપરાંત, વિશેષ તો અનેક વર્ષોથી ગ્રીન કાર્ડ ધરાવતા હોય પણ અમેરિકન સિટિઝનશિપ માટે અરજી ના કરી હોય તેવા લોકો માટે પણ સ્થિતિ જોખમી બની શકે છે. એવા લોકો માટે ઈમિગ્રેશન એટર્નીઝની સલાહ એવી છે કે, તેઓએ વહેલામાં વહેલી તકે અમેરિકન પાસપોર્ટ માટે અરજી કરી દેવી અને તે મળી જાય નહીં ત્યાં સુધી અમેરિકામાંથી બહાર નિકળવું નહીં.

LEAVE A REPLY