ભારતે લશ્કરી દળોને T-72 ટેન્ક માટે વધુ શક્તિશાળી 1000 HP એન્જિન ખરીદવા માટે રશિયાના રોસોબોરોએક્સપોર્ટ સાથે 248 મિલિયન ડોલરનો સોદો કર્યો હતો. આ સોદાના ભાગરૂપે રશિયાની સરકાર માલિકીની આ કંપની ભારતની આર્મર્ડ વ્હિકલ નિગમને ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરશે.
આર્મડ નિગમ (હેવી વ્હિકલ)ની ફેક્ટરી ચેન્નાઇમાં આવેલી છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી ટ્રાન્સફરને પગલે પછી ભારતમાં આ એન્જિનનું ઉત્પાદન પણ કરાશે અને તેનાથી મેક ઇન ઇન્ડિયા અભિયાનને વેગ મળશે.
ભારતીય આર્મીના ટેન્ક કાફલામાં T-72 ટેન્કો મુખ્ય આધાર છે. આ ટેન્કોમાં હાલમાં 780 હોર્સપાવરના એન્જિન છે. T-72 ટેન્કોના કાફલાને 1,000 HP એન્જિનથી સજ્જ કરવાથી સેનાની યુદ્ધક્ષેત્રની ગતિશીલતા અને આક્રમક ક્ષમતામાં વધારો થશે.
