બિનનિવાસી ભારતીયો (NRI)એ તેમની વૈશ્વિક આવક પર ટેક્સમાં લાભ થઈ શકે તેવા એક ચુકાદામાં તાજેતરમાં મુંબઈ ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)એ સ્પષ્ટતા કરી હતી કે માત્ર ભારતમાં વિતાવેલા દિવસોની સંખ્યાને આધારે જ NRIના ટેક્સ રેસિડેન્શિયલ સ્ટેટસનો નિર્ણય કરી શકાય છે. આનો અર્થ એવો થાય છે કે તેમણે એક નાણાકીય વર્ષમાં ભારતમાં 182થી વધુ દિવસો વીતાવ્યા હોય તો જ તેમની વૈશ્વિક આવક પર ભારતમાં ટેક્સ લાગુ પડે છે.
વિદેશમાં નોકરી શોધવા માટે વિતાવેલો સમયગાળો પણ વિદેશમાં વિતાવેલો સમયગાળો ગણાય છે. બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ) પર ભારતમાં સામાન્ય રીતે વિદેશી આવક પર ટેક્સ લાગું પડતો નથી, પરંતુ તે માટે વિદેશમાં 210થી વધુ દિવસો વીતાવવા પડે છે.
ટ્રિબ્યુનલે ગુલાટી નામના એક વ્યક્તિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમનો ટેક્સ રેસિડેન્શિયલ સ્ટેટટ ‘બિનનિવાસી’ છે, કારણ કે તેમણે વિદેશમાં કામ કરવા માટે 210 દિવસ વિતાવ્યા હતાં અને તેમણે દેશમાં ૧૮૨ દિવસથી ઓછા સમય વિતાવ્યા હતાં. તેમણે 2015-16ના નાણાકીય વર્ષ માટે રૂ.1.2 કરોડની વિદેશી આવકનો ટેક્સ રિટર્નમાં ઉલ્લેખ કર્યો ન હતો. જોકે આઇટી વિભાગે દાવો કર્યો હતો કે આ 210 દિવસમાંથી 28 દિવસ નોકરીની શોધ માટે વિતાવ્યા હતાં અને તેથી ભારતમા તેઓ ટેક્સ રેસિડન્ટ છે.
જોકે ટ્રિબ્યુનલે આઇટી વિભાગની દલીલને ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલનો આ ચુકાદો વિદેશમાં નોકરીનો સમયગાળો અને નોકરી શોધવાના સમયગાળા અંગે સ્પષ્ટતા કરે છે. આ બંને સમયગાળાને આધારે જ કોઇ વ્યક્તિ ટેક્સ રેસિડન્ટ છે કે નહીં તેનો નિર્ણય થઈ શકે છે.
ભારતમાં ટેક્સ રેસિડેન્ટ હોય તેવા વ્યક્તિ તેની વૈશ્વિક આવક પર ટેક્સ ભરવો પડે છે. બીજી તરફ બિનનિવાસીએ પ્રોપર્ટીની ભાડાની આવક, બેન્ક વ્યાજ જેવી માત્ર ભારતમાંથી થયેલી આવક પર જ ટેક્સ ભરવો પડે છે. ભારતમાં વિતાવેલા સમયગાળાને આધારે કોઇ ટેક્સ રેસિડેન્સી સ્ટેટસ નક્કી થાય છે. આઇટી ધારાની જોગવાઈ જો એનઆરઆઈ એક વર્ષમાં 182 કે વધુ દિવસો ભારતમાં રહે તો તેમની વૈશ્વિક આવક પર પણ ભારતમાં ટેક્સ ભરવો પડે છે.
