ભારતીય મૂળની અમેરિકી અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ આશરે નવ મહિના પછી 19 માર્ચે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પરથી ધરતી પર પરત આવે તેવી શક્યતા છે. શુક્રવારે ઇલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ મારફત ક્રૂ-10 મિશન લોન્ચ કરાયું હતું. આ મિશનના અવકાશયાત્રીઓ રવિવારે સ્પેસ સ્ટેશન પર પહોંચી ગયા હતાં.
સુનીતા અને તેમની સાથે ગયેલા બુચ વિલમોર 9 મહિનાથી આઈએસએસ પર ફસાયેલા છે. તેમના સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે એ નિયત સમયમાં પૃથ્વી પર પરત આવી શક્યા નથી. નવી ટીમમાં નાસાના એની મેકક્લેન અને નિકોલ અયર્સ, જાપાની અંતરિક્ષ એજન્સી જાક્સાના ટકુયા ઓનિશી અને રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસના કોસ્મોનોટો કિરિલ પેસ્કોવ સામેલ છે.
