ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં શનિવારે 8 થી 14 વર્ષની વયના ચાર બાળકોનું ગામના તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું અને એક બાળક લાપતા બન્યો હતો.
દુધઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બાળકો ભવાનીપર નજીકના તળાવમાં તેમના ઢોર ચરાવવા અને નહાવા ગયા હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. સગીરો સાંજ સુધી ઘરે પાછા ન ફર્યા, ત્યારે તેમના પરિવારજનોએ તેમને શોધવાનું શરૂ કર્યું અને ત્યારબાદ અધિકારીઓને જાણ કરી હતી. બચાવ ટીમે તળાવમાંથી ચાર બાળકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. તેમની ઓળખ ઇસ્માઇલ (8), ઉમર (11), મુસ્તાક (14) અને અસ્ફાક (9) તરીકે થઈ હતી. ગુમ થયેલા ઝાહિદ (૧૧) ની શોધ ચાલુ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અંજારની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં.
