પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ, તાજેતરમાં અમેરિકામાં જણાવ્યું હતું કે, ભેદભાવને કારણે તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી અને ત્યાં તેને અન્ય ક્રિકેટર જેવું સન્માન મળતું નહોતું. વોશિંગ્ટન, ડીસીમાં ‘પ્લાઇટ ઓફ માઇનોરિટીઝ ઇન પાકિસ્તાન’ વિષયક યોજાયેલી કોંગ્રેસનલ બ્રીફિંગમાં, તેમણે અન્ય લોકો સાથે મળીને તેમની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દાનિશ કનેરિયાએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, “અમે બધાએ અહીં એકત્ર થઇને પાકિસ્તાનમાં અમારી સાથે થયેલા દુર્વ્યવ્હાર અને ખરાબ અનુભવો જણાવ્યા હતા. અમે અનેક ભેદભાવનો સામનો કર્યો હતો, અને આજે, અમે તેની સામે અવાજ ઉઠાવ્યો છે. મેં પણ ઘણો ભેદભાવનો સામનો કર્યો છે, અને મારી કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. મને પાકિસ્તાનમાં અન્ય ક્રિકેટરની જેમ જે સન્માન મળવું જોઈતું હતું તે મળ્યું નથી. આ ભેદભાવને કારણે, હું આજે અમેરિકામાં છું. અમે આ મુદ્દે જાગૃતિ લાવવા અને અમેરિકાને જણાવવા માટે આ વાત કરી હતી કે અમે કેટલો ભેદભાવ સહન કર્યું છે, જેથી તેમની સામે કાર્યવાહી કરી શકાય.”
પાકિસ્તાન માટે 61 ટેસ્ટ રમનારા દાનિશ કનેરિયા, અનિલ દલપત પછી તેઓ રાષ્ટ્રીય ટીમના બીજા હિન્દુ ક્રિકેટર છે.

 

LEAVE A REPLY