પ્રસ્તુત તસવીરમાં ડાબેથી રીતુ કાબરા, માયા સોંઢી, શોબુ કપૂર અને મીરા સ્યાલ.

ગયા અઠવાડિયે સંગમ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મીરા સ્યાલ, રીતુ કાબરા, શોભુ કપૂર અને માયા સોંઢી આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રહ્યા. આ પ્રસંગે સેંકડો મહિલાઓ એકઠી થઈ હતી.

બ્રિટિશ એશિયન સેલિબ્રિટીઓએ સ્ત્રી-દ્વેષ અને પૂર્વગ્રહથી ભરેલા ઉદ્યોગમાં પ્રવેશ કરવાના તેમના અનુભવો શેર કર્યા હતા. ઉદ્યોગના દિગ્ગજોએ પુરુષ-પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં તેમના પડકારો વિશે પણ વાત કરી. તેમના મુક્ત ભાષણોએ કાર્યક્રમ દરમિયાન નોંધપાત્ર ચર્ચા જગાવી હતી અને ઘણા સહભાગીઓ પોતાના અનુભવો શેર કર્યા હતા.

એક પુરસ્કાર વિજેતા ચેરિટી, સંગમ ફાઉન્ડેશનનો હેતુ તમામ ઉંમરના અને પૃષ્ઠભૂમિના લોકોને સશક્ત બનાવવાનો છે. તેની સફર છ દાયકા પહેલા એક નવા દેશમાં એશિયન મહિલાઓ અને પરિવારોને ટેકો આપવા માટે એક નાની સંસ્થા તરીકે શરૂ થઈ હતી.

LEAVE A REPLY