ઓસ્ટ્રેલિયામાં પાંચ કોરિયન મહિલા પર પૂર્વયોજિત કાવતરા સાથે બળાત્કાર કરવા બદલ ભારતીય સમુદાયના નેતા બાલેશ ધનખડને 40 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી. આ સજામાં 30 વર્ષના નોન પેરોલ પીરિયડનો સમાવેશ થાય છે. આરોપી ભારતમાં સત્તારૂઢ પાર્ટી ભાજપ સાથે લિન્ક ધરાવતા હોવાનો દાવો કરીને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ મુદ્દે સ્પષ્ટતા માગી હતી.

શુક્રવારે ડાઉનિંગ સેન્ટર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સજા સંભળાવવામાં આવી ત્યારે 43 વર્ષીય બાલેશ ધનખડે પસ્તાવાની કોઈ લાગણી દર્શાવી ન હતી. ધનખડે મહિલાઓને લલચાવા માટે બનાવટી જોબ એડવર્ટાઇઝમેન્ટ આપી હતી. નોકરીની લાલચમાં મહિલા આવે ત્યારે સિડનીમાં તેના ઘેર ડ્રગ્સ આપતો હતો. આ પછી આરોપીએ મહિલા પર બળાત્કાર કર્યા હતાં. તે ભૂતપૂર્વ આઇટી કન્સલ્ટન્સ હતો. તેને પોતાના ભવિષ્યના જાતીય સંતોષ માટે વીડિયો પણ ઉતાર્યા હતાં. ૨૧ થી ૨૭ વર્ષની વયની આ તમામ પીડિતા મહિલાઓ દુર્વ્યવહાર સમયે બેભાન હતી અથવા નોંધપાત્ર રીતે નબળી હતી.

2018માં ધરપકડ થઈ ત્યાં સુધી ધનખડ ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં ખૂબ જ સન્માનીય નામ હતું. તેણે ભારતની સત્તારૂઢ પાર્ટી ભાજપના ઓવરશીઝ ગ્રુપની સ્થાપના કરી હતી અને હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તા તરીકે કામ કર્યું હતું. ધનખડે એબીસી, બ્રિટિશ અમેરિકન ટોબેકો, ટોયોટા અને સિડની ટ્રેન્સમાં ડેટા વિઝ્યુલાઇઝેશન કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કર્યું હતું.તે 2006 માં ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થી તરીકે આવ્યો હતો.

ઓક્ટોબર 2018માં પાંચમી મહિલાને શિકાર બનાવ્યા પછી પોલીસે તેના સિડની સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ યુનિટ પર દરોડો પાડ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી ડેટ-રેપ ડ્રગ્સ અને એક વિડિઓ રેકોર્ડર મળી આવ્યું હતું. ધનખડને જેલમાં મોકલતી વખતે જિલ્લા કોર્ટના જજ માઈકલ કિંગે કહ્યું હતું કે આરોપીનું કૃત્ય પૂર્વ નિર્ધારિત હતું. તેણે ચાલાકીભરી રીતે હિંસક કૃત્ય કર્યું હતું.

દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મહિલા પાંખના વડા અલકા લાંબાએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના ફોટા ભારત અને વિદેશમાં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં તેમની સાથે દેખાતી વ્યક્તિ બાલેશ ધનખડ છે.બાલેશ ધનખડ કોણ છે? તે ઓસ્ટ્રેલિયામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના વડા હતા. બાલેશ ધનખરને બળાત્કાર સહિતના જઘન્ય ગુનાઓ કરવા બદલ 40 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે

 

LEAVE A REPLY