પ્રતિકાત્મક તસવીર (istockphoto)

એજ યુકેના નવા રિપોર્ટ મુજબ ઘણી વૃદ્ધ મહિલાઓ સ્પષ્ટપણે અસમાનતાનો અનુભવ કરે છે. ઇંગ્લેન્ડમાં વસતી ૫૦ વર્ષ કરતા વધુ વયની ૩૬%થી વધુ સ્ત્રીઓ એટલે કે ૪.૧ મિલિયન મહિલાઓએ તેમની ઉંમર, લિંગ અથવા જાતિના આધારે ભેદભાવનો અનુભવ કર્યો હતો. જ્યારે યુકેમાં વસતી ૫૦ વર્ષ કરતા વધુ વયની ૫૨% એટલે કે ૭.૩ મિલિયન  સ્ત્રીઓ GPની સેવા  મેળવવા અંગે ચિંતિત છે

વૃદ્ધ કેરર મહિલાઓ ઓછી આવક ધરાવતી હોય છે અથવા ખાસ કરીને લઘુમતી જૂથોમાંથી આવતી હોય છે જેમને અસમાનતાનો અનુભવ થવાની શક્યતા હોય છે.

AGE UK ખાતે ચેરિટી ડિરેક્ટર કેરોલાઇન અબ્રાહમ્સે કહ્યું હતું કે “ઘણી બધી વૃદ્ધ મહિલાઓ સ્પષ્ટપણે તેમના કરતાં ઓછી સારી રીતે જીવી રહી છે અને સામાજિક ન્યાયની માંગ છે કે આપણે તેને વધુ સારા માટે બદલીએ.’’

“યુકેમાં વૃદ્ધ મહિલાઓ” નામથી પ્રકાશિત થયેલા અહેવાલમાં ભાર મૂકાયો છે કે જ્યારે સ્વાસ્થ્ય અને સુખાકારીની વાત આવે છે, ત્યારે વૃદ્ધ મહિલાઓમાં અપંગતા, ડિમેન્શિયા જેવી પરિસ્થિતિઓ સહિત લાંબા ગાળાની શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થવાની શક્યતા પુરુષો કરતાં વધુ હોય છે. સ્ત્રીઓ સરેરાશ લાંબું જીવી શકે છે, પરંતુ દુઃખની વાત છે કે ઘણા કિસ્સાઓમાં, તે વધારાના વર્ષો ખરાબ સ્વાસ્થ્યમાં વિતાવે છે.

LEAVE A REPLY