Some countries fail to protect Indian missions: Jaishankar
(ANI Photo)

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવાર તા. 5ના રોજ લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે આપેલા એક ચોંકાવનારા પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘’ગેરકાયદેસર પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મિરના ચોરાયેલા ભાગને પરત કર્યા પછી કાશ્મીર વિવાદ ઉકેલાશે.’’

શ્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, “કાશ્મીર બાબતે અમે મોટાભાગના મુદ્દાઓનું સમાધાન કરવાનું સારું કામ કર્યું છે. મને લાગે છે. કલમ ૩૭૦ દૂર કરવી એ પહેલું પગલું હતું, કાશ્મીરમાં વિકાસ, આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવો એ બીજું પગલું હતું, અને ખૂબ જ મોટા મતદાન સાથે ચૂંટણી યોજવી એ ત્રીજું પગલું હતું. મને લાગે છે કે અમે જે ભાગની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના ચોરાયેલા ભાગને પાછો મેળવવાનો છે જે ગેરકાયદેસર પાકિસ્તાની કબજા હેઠળ છે. મને લાગે છે કે કાશ્મીરનો ચોરાયેલો ભાગ પરત થઈ જશે, ત્યારે કાશ્મીરનો ઉકેલ આવશે એની હું ખાતરી આપું છું.”

ઇસ્લામાબાદમાં, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને જયશંકરની ટિપ્પણીઓને ‘પાયાવિહોણી’ ગણાવીને ફગાવી દેતા કહ્યું હતું કે “આઝાદ જમ્મુ અને કાશ્મીર વિશે પાયાવિહોણા દાવા કરવાને બદલે, ભારતે છેલ્લા 77 વર્ષથી તેના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરના વિશાળ પ્રદેશોને ખાલી કરવા જોઈએ. સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવોમાં જણાવાયું છે કે જમ્મુ અને કાશ્મીરનો અંતિમ દરજ્જો યુએનના આશ્રય હેઠળ મુક્ત અને નિષ્પક્ષ લોકમત દ્વારા નક્કી કરવામાં આવશે. ભારતની દ્વેષભાવ આ વાસ્તવિકતાને બદલી શકતી નથી. ભારતીય બંધારણ મુજબની કોઈપણ ચૂંટણી પ્રક્રિયા સ્વ-નિર્ણયના અધિકારને આપવાનો વિકલ્પ બની શકે નહીં.”

ભારતે 5 ઓગસ્ટ, 2019ના રોજ બંધારણની કલમ 370 રદ કરીને, જમ્મુ અને કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો રદ કરીને અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોમાં ઘટાડો થયો અને બંને દેશો વચ્ચેનો વેપાર બંધ થઈ ગયો છે.

ભારતે વારંવાર પાકિસ્તાનને કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર “હંમેશા માટે દેશનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે”.

 

LEAVE A REPLY