પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન રામગુલામ સાથે મુલાકાત કરી હતી. (ANI Photo)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મોરેશિયસના પ્રેસિડન્ટ ધરમ ગોખૂલને મળ્યાં હતા અને બંને નેતાઓએ ખાસ અને ગાઢ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને દેશો વચ્ચેના સહિયારા ઇતિહાસ અને લોકો-થી-લોકો વચ્ચે મજબૂત જોડાણોને પણ બંને નેતાઓ યાદ કર્યું હતું.
ખાસ સંકેત રૂપે, વડાપ્રધાન મોદીએ પ્રેસિડન્ટ ગોખૂલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખૂલને OCI કાર્ડ આપ્યાં હતાં. તેમણે પ્રેસિડન્ટ ગોખૂલને પિત્તળ અને તાંબાના વાસણમાં મહાકુંભનું પવિત્ર સંગમ જળ પણ ભેટમાં આપ્યું હતું. મોદીએ ગોખૂલને બિહારના એક સુપરફૂડ ગણાતા મખાના  પણ ભેટમાં આપ્યાં હતાં. વડાપ્રધાને ગોખૂલના પત્નીને સાડેલી બોક્સમાં બનારસી સિલ્ક સાડી ભેટમાં આપી હતી.વાટાઘાટો પછી પ્રેસિડન્ટ ગોખૂલે વડાપ્રધાન મોદીના માનમાં સત્તાવાર ભોજનનું આયોજન કર્યું હતું

LEAVE A REPLY