માર્ક કાર્ની 9 માર્ચ, 2025ના કેનેડાની શાસક લિબરલ પાર્ટીના નેતા બનવાની રેસ જીતી ગયા હતા. તેઓ વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે. REUTERS/Blair Gable

જસ્ટિન ટ્રુડોના અનુગામી તરીકે ભારે બહુમતીથી ચૂંટાયા પછી પહેલા ભાષણમાં કેનેડાના વડા પ્રધાન માર્ક જોસેફ કાર્નીએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાવવામાં આવેલા “કાળા દિવસો” વિશે ચેતવણી આપી હતી. તેમણે ટ્રમ્પ પર કેનેડિયન કામદારો, પરિવારો અને વ્યવસાયો પર હુમલો કરવાનોનો પણ આક્ષેપ કર્યો હતો.

કાર્નેએ જણાવ્યું હતું કે યુએસ પ્રેસિડન્ટ અન્યાયી ટેરિફ લાદીને કેનેડિયન અર્થતંત્રને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ ટ્રમ્પની આ યોજનાને સફળ થવા દેશે નહીં. અમે વિશ્વસનીય વેપાર ભાગીદારો સાથે નવા સંબંધો બનાવીશું અને અમારી સરહદો સુરક્ષિત કરીશું. અમે યુએસ પર મહત્તમ અસર થાય તેવી વળતી લેનારા ટેરિફ લાદીશું. અમેરિકનો અમારો આદર ન કરે ત્યાં સુધી આ ટેરિફ ચાલુ રહેશે. કાર્નીના આ લડાયક મિજાજને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યો હતો.

૫૯ વર્ષીય નવા વડાપ્રધાને  અમેરિકા પર કેનેડાના સંસાધનો, પાણી અને જમીન હડપ કરવાનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે ઓટ્ટાવા ક્યારેય પણ કોઈપણ રીતે આકાર કે સ્વરૂપમાં અમેરિકાનો હિસ્સો બનશે નહીં. કેનેડાએ લડાઈ ચાલુ કરી નથી, પરંતુ લાદવામાં આવશે તો આપણે વિજેતા બનીશું.

અગાઉ બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડ બંનેનું નેતૃત્વ કરનારા કાર્નીએ તેમના મુખ્ય હરીફ અને ટ્રુડોના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને જંગી મત સાથે હરાવ્યા હતા. કાર્નીને લગભગ 152,000 મતોમાંથી 85.9 ટકા મત મળ્યાં હતા, જ્યારે ફ્રીલેન્ડને ફક્ત આઠ ટકા મત મળ્યા હતાં.

જોકે માર્ક કાર્ની પાસે પાસે લાંબા સમય સુધી ટોચનું પદ નહીં હોય. કેનેડામાં ઓક્ટોબર સુધીમાં ચૂંટણીઓ યોજાવાની છે. હાલના પોલ્સ મુજબ ચૂંટણીમાં વિપક્ષી કન્ઝર્વેટિવ્સને સત્તા મળવાના સંકેત છે.

LEAVE A REPLY