(ANI Photo/Shrikant Singh)

ભારત ટેરિફમાં ઘટાડો કરવા માટે સંમત થયું છે, તેવા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ કે તેને ટેરિફમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે કે નહીં. સરકારે આ મુદ્દે સંસદને વિશ્વાસમાં લેવી જોઇએ.

મુખ્ય વિરોધ પક્ષે સવાલ કર્યો હતો કે મોદી સરકારે અમેરિકાના દબાણ હેઠળ ઝૂકીને અને ટેરિફ ઘટાડીને ભારતીય ખેડૂતો અને MSMEના હિતો સાથે સમાધાન કેમ કર્યું છે, જે ભારત અને તેના 150 કરોડ લોકોનું અપમાન છે.

ટેરિફ અંગેના ટ્રમ્પના ભાષણનો વીડિયો ટેગ કરીને કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે મોદી સરકારે શું સંમતિ આપી છે? શું ભારતીય ખેડૂતો અને ભારતીય પ્રોડક્ટ્સના હિત સાથે ચેડા થઈ રહ્યા છે? 10 માર્ચે સંસદ ફરી શરૂ થાય ત્યારે વડાપ્રધાને તેને વિશ્વાસમાં લેવી જોઈએ. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ વેપાર વાટાઘાટો કરવા માટે અમેરિકા ગયા છે અને ટ્રમ્પે દેશનું અપમાન કરતી જાહેરાત કરી છે. શું ભારત સરકારે મોદીના ગાઢ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે? શું કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે દબાણ હેઠળ ઝૂકીને હાઉડી મોદીના દોસ્ત નમસ્તે ટ્રમ્પે આપેલા આદેશ પર સંમતિ આપી છે? જો મેક્સિકો અને કેનેડા જેવા દેશો યુએસની પારસ્પરિક ટેરિફ પર એક મહિનાના વિરામ મૂકાવી શકતા હોય તો, ભારત કેમ નહીં?

મોદીની ટીકા કરતાં ખેડાએ જણાવ્યું હતું કે મોદી દેશમાં સિંહની જેમ ગર્જના કરે છે પણ બહાર જાય છે ત્યારે માટીનો સિંહ બની જાય છે. તેમનું નામ નરેન્દ્ર છે, પરંતુ કામ શરણાગતિ સ્વીકારવાનું છે. આપણે આ માટીના વાઘને ભારતની છબી ખરાબ કરવાની મંજૂરી આપી શકીએ નહીં. એવું લાગે છે કે કોઈએ ભારતને ધમકી આપી છે અને માંગણીઓ સ્વીકારવા માટે મજબૂર કર્યું છે, જે ખૂબ જ પીડાદાયક છે.

LEAVE A REPLY