ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકટ સ્ટેડિયમમાં રવિવાર, 9 માર્ચે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને રેકોર્ડ ત્રીજી વખત આ ટ્રોફી જીતી હતી. ન્યુઝીલેન્ડ આપેલા 252 રનનો ટાર્ગેટ ભારતે 49 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતની જીત સાથે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જશ્નનો મહોલ છવાયો હતો. જીતને વધવા લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉમટી પડ્યા હતાં અને ફટાકડા ફોડ્યા હતાં.
ભારતીય ટીમ 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા બની હતી અને 2013માં ફરીથી ટાઇટલ જીત્યું હતું. હવે તેઓએ 2025માં ફરી એકવાર ટ્રોફી જીતી હતી.
રોહિત શર્માના શાનદાર ૭૬ રનના કારણે ભારતે ધમાકેદાર શરૂઆત કરી હતી. શ્રેયસ ઐયરે ૪૮ અને કેએલ રાહુલે અણનમ ૩૪ રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ભારતે વિજેતા બનાવ્યું હતું. અક્ષર પટેલ 29 રનની રન ચેઝમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે વિરાટ કોહલી નિષ્ફળ રહ્યો હતો.રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગ્રૂપ સ્ટેજમાં દુબઈના આ જ મેદાનમા ન્યૂઝીલેન્ડને હરાવ્યું હોવાથી ટીમ ઈન્ડિયા જીતની પ્રબળ દાવેદાર હતી.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડેરિલ મિશેલના 63 અને માઈકલ બ્રેસવેલ 53ની રનની મહત્ત્વની ઇનિંગ સાથે ન્યૂઝીલેન્ડ 50 ઓવરમાં 251 રન બનાવ્યા હતાં.
ભારત તરફથી સ્પીનરોએ શાનદાર દેખાવ કર્યો હતો અને ન્યૂઝીલેન્ડને 251 રન પર સીમિત રાખ્યું હતું. કુલદીપ યાદવે ૪૦ રન આપીને ૨ વિકેટ અને વરુણ ચક્રવર્તીએ ૪૫ રન આપીને ૨ વિકેટ લીધી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ એક-એક વિકેટ લીધી હતી.
ડેરિયલ મિચેલ પિચ પર ધુઆંધાર બેટિંગ કરી હતી. તેને 91 બોલ પર 50 રન ફટકારી અર્ધસદી બનાવી હતી. તેને વનડે મેચમાં અત્યાર સુધી કુલ આઠ વખત અર્ધસદી ફટકારી છે. 50 રન સાથે મિચેલ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે ઉમદા બેટર સાબિત થયો હતો. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન સેન્ટનરને વિરાટ કોહલીએ રન આઉટ કર્યો કર્યો હતો. તે દસ બોલમાં આઠ રન બનાવી આઉટ થયો હતો.
આઈસીસી ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં ઉમદા બોલિંગ કરનારો મોહમ્મદ શમી ફાઈનલમાં પોતાનો જલવો બતાવી શક્યો ન હતો. શમીને પ્રથમ છ ઓવરમાં કોઈ વિકેટ મળી ન હતી. સાતમી ઓવરે મિચેલની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
