અમેરિકાએ ડ્રગ અને હત્યાના આરોપમાં વોન્ટેડ કેનેડિયન ભૂતપૂર્વ ઓલિમ્પિક ખેલાડીની ધરપકડ માટે માહિતી આપનારને 10 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું.
43 વર્ષીય ડ્ર્ગ માફિયા- રાયન વેડિંગ, મેક્સિકો અથવા અન્ય લેટિન અમેરિકન દેશમાં હોવાનું માનવામાં આવે છે અને તેનો સમાવેશ FBI ની “દસ ભાગેડુ” ની યાદીમાં પણકરવામાં આવ્યો હતો. FBIના લોસ એન્જલસ ફિલ્ડ ઓફિસના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અકિલ ડેવિસે જણાવ્યું હતું કે, “રાયન અમેરિકાના શહેરો અને તેના વતન કેનેડામાં પાવડર કોકેઇનનું વિતરણ કરતો હતો. તે તેના હરિફોની કથિત હત્યાઓના કારણે ખૂબ જ ખતરનાક વ્યક્તિ બની ગયો છે.” તે, એલ જેફ, જાયન્ટ અને પબ્લિક એનિમી જેવા ઉપનામોથી પણ જાણીતો છે. યુએસ એટર્ની જોસેફ મેકનેલીએ જણાવ્યું હતું કે, વેડિંગે કોલંબિયાથી મેક્સિકો થઈને અમેરિકા અને કેનેડામાં મિલિયન્સ ડોલરનું કોકેઇન મોકલ્યું હોવાનું કહેવાય છે. સ્ટેટ ડીપાર્ટમેન્ટ દ્વારા વેડિંગની ધરપકડ અથવા તેના ગુના સંબંધિત માહિતી આપનારને 10 મિલિયન ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY