ગુજરાત અને સંઘ પ્રદેશની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત માર્ચે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સેલવાલ ખાતે NAMO હોસ્પિટલ (તબક્કો I)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સેલવાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ માટે 2,580 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
સેલવાલમાં NAMO હોસ્પિટલ (ફેઝ I) 450 બેડની સુવિધા છે. તે રૂ.460 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. તે કેન્દ્રશાસિત પ્રદેશમાં આરોગ્યસંભાળ સેવાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે.તે પ્રદેશના લોકોને, ખાસ કરીને આદિવાસી સમુદાયોને અત્યાધુનિક તબીબી સંભાળ પૂરી પાડશે.આમાં વિવિધ ગામડાના રસ્તાઓ અને અન્ય રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શાળાઓ, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, પંચાયત અને વહીવટી ઇમારતો, આંગણવાડી કેન્દ્રો, પાણી પુરવઠા અને ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે.આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી સુધારવા, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા, પર્યટનને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકોનું સર્જન કરવા અને જાહેર કલ્યાણકારી પહેલોને વધારવાનો છે
શનિવારે, 8 માર્ચે તેઓ નવસારી જશે અને સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામમાં લખપતિ દીદીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ એક જાહેર કાર્યક્રમ યોજાશે જેમાં વિવિધ યોજનાઓનો શુભારંભ થશે. તેમણે પાંચ લખપતિ દીદીઓનું લખપતિ દીદી પ્રમાણપત્રો સન્માન કરશે. પ્રધાનમંત્રી રાજ્ય સરકારના G-SAFAL (આજીવિકા વધારવા માટેની અંત્યોદય પરિવારો માટેની ગુજરાત સરકારની યોજના) અને G-MAITRI કાર્યક્રમનો શુભારંભ કરશે. જી-મૈત્રી યોજના ગ્રામીણ આજીવિકા માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે કામ કરતા સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
