(ANI Photo)

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલીવૂડનું જાણીતું દંપતી છે. હવે આ તેમના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. ખૂબ જ અનોખા અંદાજમાં આ કપલે આ ગુડ ન્યુઝ સોશિયલ મીડિયામાં ફેન્સ માટે શેર કર્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમણે તાજેતરમાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ તેઓ બેમાંથી ત્રણ થવા જઈ રહ્યા છે. કપલે એક ફોટો શેર કર્યો છે જેમાં બંને જણે હાથમાં સુંદર નાના મોજા પકડ્યા છે.

આ ફોટોની કેપ્શનમાં લખ્યું છે કે અમારી લાઈફની સૌથી મોટી ગિફ્ટ ટૂંક સમયમાં આવી રહી છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર સુપર વાઈરલ થઈ રહી છે અને ફેન્સ પણ કપલ પર લાઈક્સ અને કમેન્ટ કરીને શુભેચ્છા આપી રહ્યા છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સાતમી ફેબ્રુઆરી, 2023ના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. આ વેડિંગ એક પ્રાઈવેટ સેરેમની હતા, જેમાં પરિવારના નજીકના લોકોએ જ ભાગ લીધો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ શેરશાહની શૂટિંગ સમયે બંને એકબીજાની નજીક આવ્યા હતા અને ત્યાર બાદ જ બંને જણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY