સાઉથ હેરોમાં આવેલા ધમેચા લોહાણા સેન્ટર ખાતે લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા LCNL LINK બિઝનેસ એન્ડ પ્રોફેશનલ્સ બ્લેક ટાઈ ડિનર યોજાયું હતું જેમાં નેટવર્કિંગ, નોલેજ-શેરિંગ અને ફાઇન ડાઇનિંગ સાથેની અસાધારણ સાંજે નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો.
કાર્યક્રમમાં વિવિધ બિઝનેસીસના પ્રોફેશનલ્સને જોડાવા, સહયોગ કરવા અને કેટલાક સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ નેતાઓ અને નિષ્ણાતો પાસેથી આંતરદૃષ્ટિ મેળવવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આકર્ષક નેટવર્કિંગ સેશન બાદ ભૂતપૂર્વ BBC પ્રેઝન્ટર ટોમી સંધુએ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
LCNLના પ્રમુખ મીના જસાણીએ સૌનું સ્વાગત સાથે કરતા કહ્યું હતું કે “આ સાંજ આપણી વાર્તાઓ શેર કરવા અને અર્થપૂર્ણ જોડાણો બનાવવા વિશે છે. આપણી સાચી તાકાત આપણી એકતામાં રહેલી છે. લિંક ટીમે આ કાર્યક્રમ માટે અસાધારણ કાર્ય કર્યું છે જે જોડાણો, વાતચીતો અને યાદો જીવનભર ટકી રહેશે.”
LCNLના આસીસ્ટન્ટ સેક્રેટરી અને જોઇન્ટ કન્વીનર સંજય રૂઘાણીએ કહ્યું હતું કે “ગયા વર્ષે શક્તિશાળી દ્રષ્ટિકોણ સાથે શરૂ કરેલ નેટવર્કિંગ અને નોલેજ શેરીંગ કરતાં વધુ આપતો આ પ્રોફેશનલ નેટવર્ક્સનું વિસ્તરણ કરવા, વ્યવ
સાયિક તકો શોધવા અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનો મુખ્ય હેતુ ધરાવે છે.”
LCNLના જોઇન્ટ કન્વીનર જીત રૂઘાણીએ કહ્યું હતું કે, “શ્રેષ્ઠ બિઝનેસીસ તે છે જે અનુકૂલન કરે છે, જ્ઞાન વહેંચે છે અને તકો બનાવે છે. LCNL LINK કાર્યક્રમ બિઝનેસીસ અને સમુદાયો વચ્ચે સેતુ બનાવવા માટે ડિઝાઇન કરાયો હતો.”
કાર્યક્રમની મુખ્ય હાઇલાઇટ રીના રેન્જર OBE દ્વારા સંચાલીત પેનલ ચર્ચા અને ઇન્ટરેક્ટિવ પ્રશ્નો અને જવાબોનું સેશન હતું. જેમાં વિલિયમ હોબ્સ (બાર્કલેઝ પ્રાઇવેટ બેંક અને બાર્કલેઝ વેલ્થ મેનેજમેન્ટ), રૂપા ગણાત્રા પોપટ, સૂરજ ગોકાણી, રૂપિકા દાવડા અને કરેન રોડ્રિગ્સે વર્તમાન આર્થિક પરિદૃશ્ય, ફુગાવો, વિનિમય દરો, કાનૂની વિચારણાઓ અને રોકાણની તકો સહિતના મહત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને તેમની આંતરદૃષ્ટિએ પ્રેક્ષકોને સમૃદ્ધ પ્રેરણા આપી હતી.
MFS UK ખાતે માર્કેટિંગના ડેપ્યુટી ચીફ લીહ બ્રુન્સકિલે પોતાના આકર્ષક કી નોટ સ્પીચમાં વિકસતા બજારની ગતિશીલતા પર અમૂલ્ય દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા. તે પછી કરન્સી 4 યુ, DKLM અને ચેસ્ટરટન્સના પ્રતિનિધિઓએ મનનીય માહિતી આપી હતી.
લોર્ડ ડોલર પોપટ અને પ્રદીપ ધામેચાએ જ્ઞાનનું આદાનપ્રદાન કરવા અને તકો ઊભી કરવા માટે પ્રોફેશનલ્સને એક છત નીચે એકસાથે લાવવા માટેની પહેલની પ્રશંસા કરી હતી.
