(Photo by Gareth Copley/Getty Images)
ચેમ્પિયન ટ્રોફીમાંથી ઓસ્ટ્રેલિયાની ટીમ બહાર ફેંકાઈ ગયા પછી મંગળવારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રેગ્યુલર સુકાની પેટ કમિન્સ ઈજાના કારણે બહાર થઈ ગયા બાદ સ્મિથને આ ટુર્નામેન્ટ માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.  35 વર્ષીય ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ અને ટી20 મેચ રમતો દેખાશે.
સ્મિથ 170 વન-ડેમાં 12 સદીઓ ફટકારી હતી અને બે વાર વર્લ્ડકપ જીત્યો હતો. તેનો શ્રેષ્ઠ વન ડે સ્કોર 164 રન છેઆ જાહેરાતનો અર્થ એ છે કે સ્મિથ 2027 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ નહીં હોય.
સ્મિથે જણાવ્યું હતું કે તે એક શાનદાર સફર રહી છે અને મને તેની દરેક મિનિટ પસંદ આવી છે. ઘણો અદભૂત સમય અને અદભૂત યાદો રહી છે. બે વર્લ્ડ કપ જીતવા એક મહાન હાઇલાઇટ હતી.”હવે લોકો માટે 2027 વર્લ્ડ કપની તૈયારી શરૂ કરવાની એક શ્રેષ્ઠ તક છે તેથી તેમના માટે રસ્તો બનાવવાનો યોગ્ય સમય લાગે છે

LEAVE A REPLY