ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Photo by STR/AFP via Getty Images)

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર વિસ્ફોટક ખુલાસો કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બે વખત નાપાસ થનારા વ્યક્તિ કેવી રીતે વડાપ્રધાન બની શકે. રાજીવ ગાંધી કેમ્બિજ અને ઈમ્પીરીયલ બંને કોલેજમાં નાપાસ થયાં હતાં. ભાજપે આ ખુલાસાનો ઉપયોગ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.

ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ X પર ઐયરના ઇન્ટરવ્યુનો અંશો શેર કરીને જણાવ્યું હતું કે પડદો હટાવવો જ જોઈએ. આ વીડિયોમાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે રાજીવ ગાંધી ભણવામાં નબળા હતાં અને ઘણા લોકોએ તેમની વડાપ્રધાન બનવાની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યાં હતાં.

ઐયરે જણાવ્યું હતું કે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યાં, ત્યારે મને લાગ્યું હતું કે જે વ્યક્તિ એરલાઇન પાઇલટ હતો અને બે વાર નાપાસ થયો હતો, તે વડાપ્રધાન કેવી રીતે બની શકે? મેં તેમની સાથે કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેઓ નાપાસ થયા હતાં. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નાપાસ થવાનું પણ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે યુનિવર્સિટી દરેક વિદ્યાર્થી પાસ થઈ જાય તેવી ખાતરી કરતી હોય છે. આમ છતાં રાજીવ ગાંધી નાપાસ થયાં. આ પછી તેઓ લંડનની ઇમ્પીરીયલ કોલેજમાં ગયાં અને ત્યાં પણ નાપાસ થયાં. પછી મેં વિચાર્યું કે આવી વ્યક્તિ દેશનો વડાપ્રધાન કેવી રીતે બની શકે?.
અહીં ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા ત્યારે અય્યર તેમના નજીકના સાથી હતાં. તેમના આંતરિક વર્તુળમાં તેમના પિતરાઈ ભાઈ અરુણ નેહરુ, મિત્ર અરુણ સિંહ અને સામ પિત્રોડા પણ સામેલ હતાં.

 

LEAVE A REPLY