ચીને તેના ડિફેન્સ બજેટને 2025ના વર્ષમાં 7.2 ટકા વધારી 249 બિલિયન ડોલર કરવાની જાહેરાત કરી હતી. યુદ્ધ જહાજો અને નવી પેઢીના ફાઇટર જેટનો સમાવેશ કરી સશસ્ત્ર દળોને આધુનિક બનાવવાની યોજનાના ભાગરૂપે ચીને તેના સંરક્ષણ બજેટમાં જંગી વધારો કર્યો હતી.
ચીનનો સંરક્ષણ ખર્ચ ભારતના 78.8 અબજ ડોલરની સરખામણીમાં ત્રણ ગણો વધું છે. ગયા વર્ષે ચીને તેનું સંરક્ષણ બજેટ 7.2 ટકા વધારી આશરે 232 અબજ ડોલર કર્યું હતું. અમેરિકા પછી ચીન વિશ્વનું બીજું સૌથી મોટું લશ્કરી બજેટ ધરાવે છે. અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે 890 અબજ ડોલરનો ડિફેન્સ ખર્ચ કરવાની દરખાસ્ત કરેલી છે.
