જાબિલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (ગ્લોબલ બિઝનેસ યુનિટ)ના મેથ્યુ કાઉલી સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ @Bhupendrapbjp

અમેરિકાની ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની જેબિલ ગુજરાતમાં સિલિકોન ફોટોનિક્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સ્થાપવાની યોજના બનાવી છે. આ પ્લાન્ટ આ કેલેન્ડર વર્ષમાં કાર્યરત થશે.કંપનીએ IESA વિઝન સમિટ દરમિયાનપ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતાં.

IESA વિઝન સમિટમાં બોલતી વખતે, જેબિલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ (વૈશ્વિક બિઝનેસ યુનિટ) મેટ ક્રોલીએ જણાવ્યું હતું કે કંપની સિલિકોન ફોટોનિક્સ પ્રોડક્ટ્સમાં દાયકાઓનો અનુભવ ધરાવે છે.અમે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ ત્યારે અમે ગુજરાતમાં એક નવી ફેક્ટરી ખોલવાની અમારી યોજના ધરાવીએ છીએ તેની જાહેરાત કરતાં અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમે આજે ગુજરાત રાજ્યમાં સિલિકોન ફોટોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે વિશિષ્ટ એમઓયુની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

ક્રાઉલીએ જણાવ્યું હતું કે જબિલનું ઇન્ડિયાની કામગીરી 2003માં શરૂ થઈ હતી અને કંપની હવે ભારતમાં 75,000થી વધુ લોકોને રોજગારી આપે છે.અમે માનીએ છીએ કે ફોટોનિક્સ સ્વાયત્ત વાહનો, સારવાર તેમજ 5G નેટવર્ક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન્સ જેવા અદ્યતન ઉદ્યોગોમાં અપાર તક ધરાવે છે.

 

LEAVE A REPLY