અમદાવાદની સેશન કોર્ટે શુક્રવાર, પહેલી માર્ચે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા એનઆરઆઈ પંકજ ત્રિવેદીની હત્યા બદલ 10 લોકોને સખત આજીવન કેદની સજા ફટકારી હતી. 15 જૂન, 2006ના રોજ અમદાવાદના એલિસબ્રિજ જીમખાના પાસે બેઝબોલ બેટ અને લોખંડના સળિયા વડે હુમલો કરાઈને પંકડ ત્રિવેદીની હત્યા કરાઈ હતી.
અધિક સેશન્સ જજ ભરત જાદવે શુક્રવારે 84 સાક્ષીઓના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા આરોપીને હત્યા અને ગુનાહિત કાવતરા માટે દોષિત ઠેરવ્યા હતાં.
ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ ત્રિવેદીએ સંસ્થાને 2001ના ભુજ ભૂકંપ રાહત માટે વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી હતી. જોકે તેમણે રાહત સામગ્રીના વિતરણ અંગે પૂછપરછ કરી ત્યારે સંસ્થાના સભ્યોએ તેમની સામે અસંખ્ય ફરિયાદો હતી. આ પછી પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારની ગતિવિધિઓ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતી અને આરોપી સાથે દુશ્મનાવટ વ્હોરી લીધી હતી. તેમણે આ મુદ્દા અંગે મીટિંગ માટે સ્વાધ્યાય પરિવારના વડાને પત્ર લખ્યો હતો. મીટીંગ થઈ શકી ન હતી, કારણ કે આરોપીઓ અને અન્ય લોકોએ તેમને ટેકો આપ્યો ન હતો.
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે આરોપીઓ ત્રિવેદીને બહિષ્કૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ત્રિવેદીને ધમકીઓ આપી હતી. પંકજ ત્રિવેદીએ પોલીસ આ ધમકીના સંદર્ભમાં પોલીસ અને તત્કાલિન મુખ્યમંત્રીને પત્ર લખીને મદદ માગી હતી. પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદી વિરુદ્ધ અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા હતા.
કોર્ટે આરોપી ચંદ્રસિંહ જાડેજા, હિતેશસિંહ ચુડાસમા, દક્ષેશ શાહ, ભૂપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામ ચુડાસમા, ભરત ભટ્ટ, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી અને જસુભા જાડેજાને આજીવન કેદની સજા ફટકારી હતી.
