ટેક બિલિનોયર ઇલોન મસ્ક 14મા બાળકનો પિતા બન્યા હતો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના વિકસતા પરિવારે અંગે ઘણી અટકળો થઈ રહી છે ત્યારે 53 વર્ષીય મસ્કની લાંબા ગાળાની પાર્ટનર શિવોન ઝિલિસે સૌથી તાજેતરના બાળકના જન્મની પુષ્ટિ કરી હતી.
પાર્ટનરની એક સોશિયલ મીડિયા પોસ્ટ પછી ઇલોન મસ્ક તેના સંભવતઃ ચૌદમા બાળકના જન્મની પુષ્ટિ કરી હતી. 26 વર્ષીય MAGA પ્રભાવક એશ્લે સેન્ટ ક્લેર મસ્કના 13મા બાળકને જન્મ આપ્યો હોવાનો આ મહિનાની શરૂઆતમાં કરેલા દાવા અંગે વિવાદ ચાલે છે ત્યારે મસ્કના 14મા બાળકના અહેવાલ આવ્યા હતા. મસ્કે એશ્લે સેન્ટ ક્લેરના દાવાને જાહેરમાં સ્વીકાર્યો નથી. શિવોન ઝિલિસ અગાઉથી મસ્કના ત્રણ બાળકોની માતા છે. શિવોન ઝિલિસ મસ્કના બ્રેઇન કમ્પ્યૂટર ઇન્ફરફેસબિઝનેસલ ન્યૂરાલિન્કની એક એક્ઝિક્યુટિવ છે.
