ગુજરાતમાં આ વર્ષે ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં રાજ્ય કર વિભાગને જીએસટી હેઠળ રૂ. ૬૭,૦૭૯ કરોડની આવક થયેલ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની રૂ.૫૮,૪૪૭કરોડની આવક સામે ૧૫ ટકા વધારો દર્શાવે છે. ફેબ્રુઆરી-૨૦૨૫ માં રાજ્ય કર વિભાગને જીએસટી હેઠળ ₹૬,૩૮૮ કરોડની આવક થયેલ છે જે ફેબ્રુઆરી-૨૦૨૪ માં થયેલ આવક કરતાં સાત ટકા વધુ છે. રાજ્યને ફેબ્રુઆરી-૨૦૨૫ માં વેટ હેઠળ ₹૨,૮૦૭ કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ ₹ ૧૨૧૭ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹ ૨૧ કરોડની આવક થયેલ છે.
આમ, રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ ₹૧૦,૪૩૩ કરોડની આવક થયેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ૧૧ માસમાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ ૨૧,૦૯,૧૯૨ કરોડની આવક થયેલ છે.
