ઇંગ્લેન્ડની વન-ડે અને ટી20 ક્રિકેટ ટીમનું સુકાની પદ છોડવાની જોસ બટલરે જાહેરાત કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઈંગ્લેન્ડની ટીમની અફઘાનિસ્તાન સામે હાર થતાં તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઇ હતી. જેને પગલે બટલરે કેપ્ટન પદ છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ અંગે બટલરે જણાવ્યું હતું કે ટીમ અને વ્યક્તિગત રીતે આ યોગ્ય નિર્ણય છે. આ ટુર્નામેન્ટ મારા માટે ઘણી મહત્વપૂર્ણ હતી પરંતુ પરિણામ અમારી તરફેણમાં નથી આવ્યું. મારા મતે ટીમના કેપ્ટન તરીકે ખસી જવાનો આ યોગ્ય સમય છે. 34 વર્ષીય જોસ બટલરે જૂન 2022માં ઈંગ્લેન્ડની કમાન સંભાળી હતી અને તેના નેતૃત્વમાં ટીમ 2022 ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા ઘણા સમયથી મર્યાદિત ઓવરની ફોરમેટમાં સંઘર્ષ કરતી હોવાનું જોવા મળ્યું હતું અને તેણે વન-ડે તથા ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયનનું ટાઈટલ પણ ગુમાવ્યું હતું.

LEAVE A REPLY