મેરે હસબન્ડ કી બીવી ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં  શક્તિ કપૂર, ડીનો મોરિયા, આદિત્ય સીલ અને હર્ષ ગુર્જર પણ મહત્વની ભૂમિકામાં છે. વાસુ ભગનાની અને પૂજા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત અને વાસુ ભગનાની, જેકી ભગનાની અને દીપ્તિ ભગનાની દ્વારા નિર્મિત આ ફિલ્મની કહાની કોમેડી છે.
આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંઘ, અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને દિગ્દર્શકે સ્ટોરીને મનોરંજક રીતે દર્શકો સમક્ષ રજૂ કરી છે અને તેને વર્તમાન સમય પ્રમાણે ઢાળવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મની સ્ટોરી અંકુર ચઢ્ઢા એટલે કે અર્જુન કપૂરના જીવન પર આધારિત છે. અંકુર એક રીઅલ એસ્ટેટ બિઝનેસમેન છે, તેણે તેની કોલેજ સમયની ગર્લફ્રેન્ડ પ્રબલીન કૌર (ભૂમિ પેડણેકર) સાથે લગ્ન કર્યા છે. આ ફિલ્મમાં પ્રબલિન એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે. લગ્ન પછી તેના માટે કામકાજ અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવું મુશ્કેલ બની જાય છે.
જોકે, તેમની વચ્ચે કંઈક એવું બને છે, જેના કારણે તેમના લગ્ન તૂટી જાય છે. જ્યાં અંકુર ચઢ્ઢા પોતાના નિષ્ફળ લગ્નજીવનના દુ:ખમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યાં તેની મુલાકાત અંતરા એટલે કે રકુલ પ્રીત સાથે થાય છે. તે અને અંકુર એક જ કોલેજમાં સાથે હતા. અંકુરને અંતરામાં ફરીથી એકવાર પ્રેમની અનુભૂતિ થાય છે, અને આ રીતે અંતરા અંકુરના જીવનમાં પ્રવેશ કરે છે. હવે પછી, સ્ટોરીમાં કેવો નવો વળાંક આવે છે, તે જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.

LEAVE A REPLY