જર્મનીની રીઇન્શ્યોરન્સ ક્ષેત્રની જાણીતી કંપની- મ્યુનિચ રે દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત મહિને લોસ એન્જલસના જંગલોમાં લાગેલી વિકરાળ આગ “ઇન્સ્યોરન્સ ક્ષેત્રના ઇતિહાસમાં” સૌથી મોંઘી સાબિત થઇ હતી. વીમા કંપનીઓ માટે કાર્યરત મ્યુનિચ રેના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને આગથી અંદાજે 1.3 બિલિયન ડોલરના નુકસાનના દાવા મળવાની અપેક્ષા હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નુકસાનનો અંદાજ તેની જટિલતાને કારણે ઉચ્ચકક્ષાની અનિશ્ચિતતાને આધારિત હતો.
આમ છતાં, આ આંકડો “વીમા ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી નોંધપાત્ર જંગલની આગથી થનારા નુકસાનને રજૂ કરશે. આ આગ ત્રણ અઠવાડિયા સુધી બુઝાઇ ન હોવાથી હજારો રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી હતી. આગથી હજારો મકાન નાશ પામ્યા હતા અને તેના કારણે લોસ એન્જલસ, માલિબુ અને અલ્ટાડેના સમુદાયમાં અસર થઈ હતી. ખાનગી હવામાન કંપની-એક્યુવેધર દ્વારા 250થી 275 બિલિયન ડોલર વચ્ચે કુલ નુકસાનનો થવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો.
2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે મ્યુનિક રેના પરિણામોમાં જંગલની આગની અસર જોવા મળશે, પરંતુ કંપનીએ જણાવ્યું કે તે આવી કુદરતી આફતોના ખર્ચને ભોગવવા માટે તે સંપૂર્ણ તૈયાર છે.

LEAVE A REPLY