ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) અને બસ વચ્ચેના અકસ્માતમાં એક દંપતી અને તેમના બે પુત્રો સહિત પાંચ લોકોના મોત થયાં હતા અને નવ અન્ય ઘાયલ થયા હતાં. આ અકસ્માત અમીરગઢ શહેર નજીક સાંજે 4.30 વાગ્યાની આસપાસ થયો હતો.
અકસ્માતમાં સામેલ બસ રાજસ્થાન રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત હતી.અમીરગઢના પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે પરમારે જણાવ્યું હતું કે બસ રાજસ્થાનના સિરોહી તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા SUVનો ડ્રાઈવર હાઈવેની રોંગ સાઈડ પર બેદરકારીથી ડ્રાઈવ કરી રહ્યો હતો.આ અકસ્માતમાં ડ્રાઇવર દિલીપ ખોખરિયા (32) સહિત એસયુવીમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં બસના છ મુસાફરો સહિત નવ અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી.
અન્ય મૃતકોની ઓળખ ખોખરિયાની પત્ની મેવલીબેન (28), તેમના બે પુત્રો રોહિત (6) અને ઋત્વિક (3), અને સુંદરીબેન સોલંકી (60) તરીકે થઈ હતી, જેઓ અમીરગઢ તાલુકાના ધનપુરાના રહેવાસી હતાં.એસયુવી ડ્રાઇવરે રોંગ સાઇડથી હાઇવે પર ઘુસીને તેનું વાહન બસ સાથે અથડાવી દીધું હતું,
