પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
મલ્ટીનેશનલ કોફી ચેઈન સ્ટારબક્સ નવા ચેરમેન અને સીઈઓ બ્રાયન નિકોલ બિઝનેસના પુનર્ગઠનની યોજના હેઠળ 1,100 કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરવાની 25 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી.
ચીફ એક્ઝિક્યુટિવ બ્રાયન નિકોલે કર્મચારીઓને એક મેસેજમાં જણાવ્યું હતું કે કોફી જાયન્ટ 1,100 વર્તમાન સપોર્ટ પાર્ટનર રોલ્સ તથા વધારાની ઓપન અને અનફિલ્ડ પોઝિશનને દૂર કરવાનો અઘરો નિર્ણય લઈ રહી છે.
સપ્ટેમ્બર 2024 સુધીમાં, સ્ટારબક્સમાં 361,000 કર્મચારીઓ હતા, જેમાં 16,000 વહીવટી અને સહાયક હોદ્દાઓનો સમાવેશ થાય છે.નિકોલ સપ્ટેમ્બર 2024માં સ્ટારબક્સમાં જોડાયા હતા.
કંપનીની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર, કંપની  મેનૂમાંથી ઓછા લોકપ્રિય બેવરેજિસને પણ દૂર કરી રહી છે. બ્રાયન નિકોલ સીઈઓ બન્યા બાદ સ્ટારબક્સના વેચાણમાં ઘટાડો થયો છે.
ભારતમાં સ્ટારબક્સ ટાટા ગ્રૂપ સાથે જોઈન્ટ વેન્ચરમાં કોફીહાઉસ ધરાવે છે. ટાટા સ્ટારબક્સે ઓક્ટોબર, 2012માં ભારતમાં કોફીહાઉસ ચેઈન શરૂ કરી હતી. વર્ષ 2024 સુધી તેણે દેશભરમાં 390 સ્ટોર ખોલ્યા છે. 2028 સુધીમાં 1000 સ્ટોર શરૂ કરવાનો લક્ષ્યાંક છે.

LEAVE A REPLY