અમેરિકાના કેલિફોર્નિયામાં રોડ એક્સિડન્ટમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી નિલમ શિંદેના પિતાને અમેરિકાએ ઇમર્જન્સી વિઝા આપ્યા હતા.
14 ફેબ્રુઆરીએ રોડ એક્સિડન્ટ પછી 35 વર્ષય નિલમ શિંદને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તે કોમામા સરી પડી હતી. તેને કેલિફોર્નિયાની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. શિંદેના પિતાએ મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટમાં એપોઇન્ટમેન્ટને પુષ્ટી આપી હતી. શિંદેના પિતાને ઇમર્જન્સી વિઝા આપવા માટે ભારતના વિદેશ મંત્રાવલના અમેરિકા ડિવિઝને યુએસ સરકારને રજૂઆત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે મેડિકલ ઇમર્જન્સીના કિસ્સામાં ટ્રાવેલ પરમિટ સામાન્ય રીતે ઝડપથી આપવામાં આવે છે અને તે સ્પષ્ટ નથી કે આ કિસ્સામાં વિલંબનું કારણ શું છે.
નિલમ શિંદે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીની વિદ્યાર્થી છે.14 ફેબ્રુઆરીના રોજ એક ફોર-વ્હીલર સાથેના અકસ્માતને પગલે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. શિંદેના પરિવારે જણાવ્યું હતું કે ક્રેશને કારણે તેને બંને હાથ અને બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, અને તાત્કાલિક મગજની સર્જરીની જરૂર હતી, જેના માટે હોસ્પિટલ વહીવટીતંત્ર પાસેથી સંમતિ માંગવામાં આવી હતી.
