ભારતના ઉપસુકાની અને ઓપનર શુભમન ગિલે ગયા સપ્તાહે બાંગ્લાદેશ સામેની મેચમાં અણનમ સદી સાથે પોતાની 51માં વન-ડે ઈનિંગમાં 8મી સદી કરી એક નવો ભારતીય રેકોર્ડ સર્જ્યો હતો.
અગાઉ આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો, તેણે 57મી વન-ડે ઈનિંગમાં 8મી સદી કરી હતી. તે સિવાય કોહલીએ 68, ગંભીરે 98 અને તેંડુલકરે 111 ઇનિંગ્સમાં 8મી સદી કરી હતી.
