(Photo by Sameer Ali/Getty Images)

ચેમ્પિયન્સ ટ્રોફીના ચોથા મુકાબલામાં શનિવારે ઈંગ્લેન્ડ – ઓસ્ટ્રેલિયાની લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચમાં બંને ટીમો રાષ્ટ્રગીત માટે મેદાન પર આવી, ત્યારે સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રગીત વાગવાનું શરૂ થયું હતું, જેના પગલે હોબાળો મચી ગયો હતો. ગ્રાઉન્ડમાં મુકાયેલા સ્પીકર્સમાં ભારતનુ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ વાગતાની સાથે જ બધા ચોંકી ગયા હતા.

પાકિસ્તાની ક્રિકેટ મેનેજમેન્ટની આ મોટી ભૂલ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત પહેલા થઈ હતી. ઈંગ્લેન્ડનું રાષ્ટ્રગીત પહેલા વાગ્યું હતું અને તે પુરુ થઈ ગયું હતુ. એ પછી ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતના બદલે અચાનક ‘ભારત ભાગ્ય વિધાતા’…. વાગ્યું હતું. એ પછી તાત્કાલિક ભારતનું રાષ્ટ્રગીત બંધ કરાયું હતું અને પછી ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વાગ્યું હતું. આ કિસ્સો સોશિયલ મીડિયામાં પણ ખૂબજ ચગ્યો હતો.

LEAVE A REPLY