ભારતની વિવિધ તપાસ એજન્સીઓએ વોટર ટર્નઆઉટ નામે ચૂંટણીમાં હસ્તક્ષેપ કરતા USAIDના 21 મિલિયન ડોલરના ફંડના લાભાર્થીઓની ઓળખ કરવાની પ્રાથમિક તપાસ ચાલુ કરી છે. કેટલાંક એનજીઓ, સામાજિક કાર્યકરો, મીડિયા આઉટલેટ્સ અને કંપનીઓ શંકાના દાયરામાં હોવાનું માનવામાં આવે છે, જેમણે એક મહોરું બનીને આ સહાય મેળવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ED આ આંતરરાષ્ટ્રીય કાવતરામાં મની લોન્ડરિંગના નિયમોના ઉલ્લંઘનના એન્ગલથી તપાસ કરી રહી છે. ભારતીય ચૂંટણીમાં યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના હસ્તક્ષેપ અંગે અમેરિકા સરકારની માહિતીને આધારે પગલાં લેવામાં આવશે તેવા ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સંકેત પછી ઇડીએ પ્રાથમિક તપાસ ચાલુ કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે મીડિયા બ્રીફિંગ દરમિયાન નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે સંબંધિત વિભાગો અને એજન્સીઓ આ બાબતે તપાસ કરી રહી છે.

LEAVE A REPLY