અમેરિકાએ ડિપોર્ટ કરેલા વધુ 12 ભારતીયો 23 ફેબ્રુઆરીએ નવી દિલ્હી પહોંચ્યા હતાં. તેઓ પનામા થઈને ભારત પાછા ફર્યા હતાં. 12માંથી ચાર પંજાબના અમૃતસરમાં ઘરે ગયા હતા. એમ અધિકારીઓ જણાવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકાએ અગાઉ 3 વિમાનમાં ભારતીય સહિત આશરે 300 ગેરકાયદે ઇમિગ્રન્ટને પનામા ડિપોર્ટ કર્યા હતાં અને તેમને પનામાની એક હોટેલમાં અટકાયતમાં રખાયા હતા.
ટ્રમ્પ વહીવટીતંત્રે અત્યાર સુધી ત્રણ વિમાન ભરી ભારતીયોનો દેશનિકાલ કર્યો છે. દેશનિકાલનો પ્રથમ રાઉન્ડ 5 ફેબ્રુઆરીએ થયો હતો, જ્યારે યુએસ લશ્કરી વિમાને 104 ભારતીયોને અમૃતસર પહોંચાડ્યા હતાં. 116 ભારતીયોને લઈને બીજું વિમાન 16 ફેબ્રુઆરીએ લેન્ડ થયું હતું. અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા 112 ભારતીયો સાથેનું ત્રીજુ વિમાન રવિવાર, 16 ફેબ્રુઆરીની રાત્રે અમૃતસર પહોંચ્યું હતું. આમ કુલ ચાર તબક્કામાં અમેરિકાએ અત્યાર સુધી 344 ભારતીયોને ઘરભેગા કર્યા છે.
