પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

રાજકોટમાં શનિવારે સમુહલગ્ન સમારંભનું આયોજન કરનારા આયોજકો જ છેલ્લી ઘડીએ ફરાર થઈ જતી 50થી વધુ ભાવિ વરવધૂ અને તેમના સંબંધીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. ઘણી જાનો પાછી ગઈ હતી. જોકે છેલ્લી ઘડીએ પોલીસે છ કપલના લગ્ન કરાવ્યા હતાં.

28 ભાવિ દંપતીના પરિવારો સમુહલગ્નના સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓને એ જાણીને આઘાત લાગ્યો કે ફંક્શન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને આયોજકો તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ગુમ થયા હતાં. આનાથી રાજકોટ અને અન્ય જિલ્લાના જુદા જુદા ભાગોમાંથી આવેલા પરિવારોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ આવી ચડી હતી.

પોલીસે લગ્ન સમારોહ પૂર્ણ કરવાની જવાબદારી ઉપાડી લીધી હતી. ACPએ જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને પગલે છ યુગલોએ લગ્ન કર્યા હતા.” પોલીસે આયોજકો સામે કેસ દાખલ કરીને કાર્યવાહી ચાલુ કરી હતી ઋષિવંશી સમાજ સેવા સંઘના બેનર હેઠળ ચંદ્રેશ છત્રાલા વગેરેએ આ સમુહ લગ્નનું આયોજન કરીને લગ્નોત્સુક યુવક-યુવતીઓની નોંધણી કરી હતી જેમાં દરેક કન્યા દીઠ અને વર દીઠ રૂ।.15- 15000 લેખે ફી વસુલાઈ હતી અને એવી ખાત્રી અપાઈ હતી કે કન્યાને કરિયાવરમાં 208 જેટલી વસ્તુઓ અપાશે.

 

LEAVE A REPLY