(ANI Photo)

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. હાલમાં ડો. પી કે મિશ્રા પણ વડાપ્રધાનના મુખ્ય સચિવ છે. આમ બે અધિકારીઓ પીએમના મુખ્ય સચિવ તરીકે કામ કરશે તેવું પ્રથમ વખત બની રહ્યું છે. મિશ્રા અને દાસ બંને ઓડિશાના છે.

શક્તિકાંત દાસનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. શક્તિકાંત દાસ 1980 બેચના IAS અધિકારી છે. તેઓ તમિલનાડુ કેડરના અધિકારી છે. મે 2017 સુધી, તેઓ આર્થિક બાબતોના સચિવ હતા. દાસે ઘણા મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. દાસે 15મા નાણાપંચના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. બ્રિક્સ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને સાર્કમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

 

LEAVE A REPLY