ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની ભારતીય ટીમની જાહેરાત અગાઉ થયા પછી તેમાં બુમરાહની ફિટનેસના મુદ્દે છેલ્લી ઘડીએ કરાયેલા ફેરફારો મુજબ ફાસ્ટ બોલર આ ટુર્નામેન્ટમાં રમી શકે તેમ નથી.
તે ઉપરાંત ઓપનર યશસ્વી જયસ્વાલની પણ ટીમમાંથી બાદબાકી કરી દેવાઈ છે. તેના સ્થાને સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીનો સમાવેશ કરાયો છે. જો કે, જયસ્વાલ સબસ્ટીટ્યુટની યાદીમાં છે, પણ તે દુબઈ જશે નહીં. ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર શિવમ દુબેનો પણ નોન-ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ તરીકે સમાવેશ કરાયો છે.
ભારતની ફાઈનલ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદર.
