ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ સાથે પ્રારંભ થયો હતો. ન્યુઝીલેન્ડને 50 વર્ષમાં 320 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો.
પાકિસ્તાનની ટીમે છેલ્લે વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ સિવાય ન્યુઝીલેન્ડે વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી. બંને ટીમો જીત મેળવીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા ઈચ્છશે.ભારતીય ટી તેમની મેચો પાકિસ્તાનની જગ્યાએ દુબઇમાં રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમ સામેલ છે. આ 8 ટીમ 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની ટીમોનો સમાવેશ થાય છે. જ્યારે, ગ્રુપ B માં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોનો સમાવેશ થાય છે. બધી ટીમો ગ્રુપ સ્ટેજમાં એક વખત પોતાના ગ્રુપની ટીમો સામે રમશે અને ત્યારબાદ બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કુલ 118 વનડે મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાને 61 વખત જીત હાંસલ કરી હતી, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે 53 મેચોમાં જીત મેળવી હતી. આ સિવાય ત્રણ વનડે મેચોનું કોઈ પરિણામ આવ્યું નહોતું અને એક મેચ ટાઈ રહી હતી.
