જાણીતા ફિલ્મકાર સૂરજ બડજાત્યા અને સલમાન ખાન ફરીથી સાથે ફિલ્મ કરે તેવી સંભાવના છે. સુરજ બડજાત્યા સલમાન ખાનની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને તેના માટે નવેસરથી ભૂમિકા તૈયાર કરશે તેવું કહેવાય છે. આ અંગે સૂરજ બડજાત્યાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શરૂ થવામાં સમય લાગી શકે એમ છે.
મારે સલમાનની વયને ધ્યાનમાં રાખીને મારે પાત્ર તૈયાર કરવાનું છે. દર્શકો હવે તેમની પાસેથી યુવાન જેવી અપેક્ષા રાખી શકે નહીં. તેથી મને એના પાત્ર માટે થોડો વધુ સમય જોઇએ છીએ જેથી હું નવા પ્રેમને તૈયાર કરી શકું. સૂરજ બડજાત્યા આ અગાઉ જ આયુષ્યમાન ખુરાનાને નવા પ્રેમ તરીકે રજૂ કરી લવ સ્ટોરી બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરજ બડજાત્યા અને સલમાન ખાને મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ જેવી યાદગાર ફિલ્મો દર્શકોને આપી છે.
