આ સપ્તાહથી પાકિસ્તાનના ત્રણ શહેરો (લાહોર, રાવલપિંડી, કરાચી) અને દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થશે. 19 ફેબ્રુઆરીએ કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. ભારતની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સાથે રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે આઈસીસીએ ગયા સપ્તાહે જાહેર કરેની પ્રાઈઝ મની મુજબ વિજેતા ટીમને $2.24 મિલિયન (લગભગ 19.46 કરોડ રૂપિયા), રનર અપને $1.12 મિલિયન (લગભગ 9.73 કરોડ રૂપિયા) તથા સેમિફાઈનલમાં હારેલી બંને ટીમને દરેકને $560,000 ડોલર (લગભગ 4.86 કરોડ રૂપિયા) મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની બાકીની વિજેતા ટીમોને પ્રાઈઝ મની:
પાંચમાં અને છઠ્ઠાં ક્રમની ટીમને: $3,50,000 (3.04 કરોડ રૂપિયા)
સાતમાં અને આઠમાં ક્રમની ટીમને: $1,40000 ડોલર (1.22 કરોડ રૂપિયા)
