ભારતીય ક્રિકેટ ટીમ દુબઈમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચથી ચેમ્પિયન્સ ટ્રોફીનો આરંભ કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડની (બીસીસીઆઈ) નવી પ્રવાસ નીતિનો અમલ આ ટુર્નામેન્ટથી થઈ રહ્યો છે. જે અંતર્ગત ભારતીય ટીમના ખેલાડીઓ તેમની સાથે પરિવારજનોને લઈ જઈ શકશે નહીં. ચેમ્પિયન્સ ટ્રોફીમાં 23 ફેબ્રુઆરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ ટુર્નામેન્ટની ફાઈનલ 9 માર્ચે રમાશે તેને ધ્યાનમાં રાખતા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ત્રણ સપ્તાહ જેટલા ટૂંકા સપ્તાહમાં યોજાશે. બોર્ડના આદેશ મુજબ ખેલાડીઓ પરિવાર સાથે દુબઇનો પ્રવાસ કરી શકશે નહીં. બોર્ડની નવી નીતિ મુજબ ભારતીય ટીમ 45 દિવસ કે તેથી વધુના પ્રવાસે જાય તો પરિવારજનો બે સપ્તાહ સુધી ખેલાડીઓ સાથે રહી શકશે.

LEAVE A REPLY