અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને ગબાર્ડ સાથેની તેમની અગાઉની મુલાકાત અને ચર્ચાઓને યાદ કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય ગુપ્તચર સહયોગ વધારવા, ખાસ કરીને ત્રાસવાદ વિરોધી, સાયબર સુરક્ષા, ઊભરતા જોખમો અને વ્યૂહાત્મક ગુપ્તચર માહિતીના આદાન-પ્રદાન કરવા પર ચર્ચા થઈ હતી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ મુદ્દે પણ ચર્ચા કરી હતી.

LEAVE A REPLY